સ્પીડ ટેસ્ટ

0
પ્રતિ મિનિટ શબ્દસંખ્યા
0
ભૂલો
00:00
ટાઈમ

સંકેતો

કીબૉર્ડ સામે ન જોવાનો પ્રયત્ન કરો. પ્રથમ મુશ્કેલી લાગશે, પરંતુ તમે તમારા સ્વાધ્યાયમાં આગળ વધો તેમ તમને તે સરળ લાગવા માંડશે અને કઈ આંગળી કઈ કી સાથે જોડાયેલી છે તે તમારે સભાનપણે વિચારવાની જરૂર વિના તમારી આંગળીઓ ફરવાની શરૂ થશે.
તમે ટાઈપ કરવાનું શીખો તેમ તેમ કઈ આંગળીનો ઉપયોગ કરવો તે જોવા માટે કીબૉર્ડ ઉપર જુઓ. ભૂલ થાય તેનાથી ડરશો નહીં - જો તમે ભૂલ કરો તો પ્રોગ્રામ તમને ઉપયોગ માટે સાચી કી બતાવશે. જો કી બરાબર હોય તો તે ગ્રીન બતાવે છે અને જો ખોટી હોય તો 'રેડ' બતાવશે.
કમ્પ્યૂટર પર તમારી રોજિંદી પ્રવૃત્તિઓના ભાગરૂપે નવું પ્રાપ્ત કરેલું જ્ઞાન તરત રજૂ કરવાનો પ્રયત્ન કરો, ટાઈપિંગ કેવી રીતે શીખવું તેનો બીજો સારો માર્ગ કોઇ નથી.
સમયપત્રક નક્કી કરો. તમે શીખવા માટે સમયપત્રક ન બનાવો તે સિવાય પ્રેક્ટિસ ન કરવા માટે બહાના કાઢવા બહુ સરળ છે.
તમે ભૂલો કરો તેની સંખ્યા પર નજર રાખો અને તમારી ટાઈપિંગની ઝડપ વધારવાને બદલે ભાવિ કસોટીઓમાં તમારી ભૂલો ઓછી કરવા પર ધ્યાન આપો. છેવટના પરિણામે ઉત્પાદકતા વધશે.
તમે કોઇ કી પર સ્ટ્રાઈક કરો તેમ તેનું નામ ધીમેથી કહેવાનું તમને મદદરૂપ લાગી શકે છે. તમારી ભૂલોથી નિરાશ ન થાઓ; ટચ ટાઈપિંગ એવું કૌશલ્ય છે જે મહાવરાથી શીખી શકાય છે.
ધીરજ રાખો. એક વખત આંગળી-કી સ્ટ્રોકની યોગ્ય પેટર્ન શીખો ત્યારબાદ ઝડપ અને ચોકસાઈ કુદરતી રીતે મળે છે.
કીને સ્ટ્રાઈક કરવા માટે જરૂરી આંગળી જ ખસેડો. અન્ય આંગળીઓને તેમની ફાળવેલી હોમ રૉ કીથી દૂર જવા દેશો નહીં.
તમારી આંગળીઓ હોમ રૉ કી પર હોવી જોઈએ અને તમારા હાથ કીબૉર્ડ જેવા સમાન ખૂણે ત્રાંસમાં હોવા જોઈએ. તમારા કાંડાને સુસ્ત બનવા ન દેશો અને ડૅસ્ક અથવા કીબૉર્ડ પર ટેકવશો નહીં.
તમારા ટાઈપિંગના કૌશલ્યોથી તમે સંતુષ્ટ ન થાઓ ત્યાં સુધી ઘણી વખત દરેક સ્વાધ્યાયની પ્રેક્ટિસ કરો.
કી પર આંગળીઓ પછાડશો નહીં. શક્ય તેટલું ઓછું બળ કરો. કીની સપાટી પર બધી દસ આંગળીઓને રાખીને શબ્દોની વચ્ચે આરામ લો.
કી સક્રિય કર્યા વિના હાથને ટેકવવા માટે બધી પાંચ આંગળીઓ એક સાથે કીબૉર્ડની સપાટી પર ગમે ત્યાં મૂકો.
એક સમયે એક આંગળી સાથે પ્રત્યેક કીના સિમ્બૉલને સ્પષ્ટ રીતે ઠપકારો જે દરમિયાન વધારાની કોઇ કી અકસ્માતે ન દબાઈ જાય તેની કાળજી લો.
ઑટો-રિપિટ ઍક્ટિવેટ કરવા માટે ઇચ્છિત કી પર અડો અને એક આંગળી દબાવી રાખો. ઑટો-રિપિટ બંધ કરવા માટે આંગળી ઊંચકી લો.
તમારી ટાઈપિંગની ઝડપ અને ચોકસાઈ સુધારવા માટે ટાઈપિંગ ગેમ્સ એ ગમ્મતભરી રીત છે. તમે શીખો તે દરમિયાન આનંદ મેળવો!
ફિંગર કો-ઓર્ડિનેશન કસોટીઓ અને તાણ ઘટાડતી કસોટીઓ તાણ ઓછું કરવામાં મદદ કરશે અને તેનાથી ઘણી વખત તમારા ચહેરા પર સ્મિત આવશે. ખુશનુમા પ્રકૃતિ અને આનંદપ્રદ વાતાવરણથી શીખવાનો આનંદ લઈ શકાય છે.
પ્રત્યેક પાઠ માટે તમે ઓછામાં ઓછી 30 મિનિટ ફાળવો તેની ખાતરી કરો.
તમે તમારી આંગળીઓ શક્ય તેટલી હોમ પોઝિશનની નજીક રાખો અને તમે શીખતાં હો તે દરમિયાન તમારા હાથનું હલનચલન બને તેટલું ઓછું કરો.
ટાઈપ કરવાનું શીખવામાં ભૂલો થવી સ્વાભાવિક છે તેથી જો તમે ખોટી કી દબાવો તો નિરાશ ન થશો.
સતત એક જ ઝડપ સાથે ટાઈપ કરવાનો પ્રયત્ન કરો.
તમારા કાંડા ઊંચા કરવાથી એ ખાતરી કરવામાં મદદ મળશે કે તમારી આંગળીઓ તરત પાછી નીચે આવી શકે છે અને કી પર ઝડપથી અને ચોકસાઈપૂર્વક હિટ કરી શકે છે.
કૅપિટલ/સ્મૉલ અક્ષરો વચ્ચે અદલાબદલી કરવા માટે હંમેશાં વિરુદ્ધ હાથનો ઉપયોગ કરો. નોંધ: કેટલાંક લૅપટૉપ કીબૉર્ડ પર અક્ષરો એકબીજાની વધારે નજીક હોઈ શકે છે.
કીબૉર્ડથી તમારું અંતર ચકાસો. કીબૉર્ડની બહુ નજીક બેસવાની સામાન્ય સમસ્યા ટાળવા માટે તમારી ખુરશીમાં ફેરફાર કરો. ચળકાટ શક્ય તેટલો ઓછો કરવા માટે તમારા મૉનિટરનો એંગલ ઠીક કરો.
તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરો તેટલું તમે વધારે સારું ટાઈપ કરી શકશો અને તમારી ઝડપ વધારી શકશો.
અક્ષર અથવા નંબર કી ક્યાં છે તે તમે ચોક્કસ જાણતાં ન હો તે સિવાય તમે કીબૉર્ડ પર જોયા વિના તેને ટાઈપ નહીં કરી શકો.
જો શક્ય હોય તો લૅપટૉપ નહીં પણ નિયમિત કીબૉર્ડ પર પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરો.
તમારા કીબૉર્ડ સાથે સહજ રહો અને ખાતરી કરો કે તે તમારી આંગળીઓ માટે યોગ્ય ઊંચાઈ પર છે.
તમે ટાઈપિંગની ઝડપની કસોટી શરૂ કરો તે પહેલાં ખાતરી કરો કે તમે સીધાં બેઠાં છો, તમારા પગ ફર્શ પર સપાટ છે. તમારી કોણીઓ તમારા શરીરની નજીક રાખો, તમારા કાંડાં સીધા રાખો અને તમારા બાહુના સમાન સ્તરને જાળવો અને નિયમિત વિરામ લેવાનું યાદ રાખો.
હળવાશ આપતી કસરતો: બંને હાથની આંગળીઓ એકબીજાથી દૂર ખેંચો. પાંચ સેકંડ માટે તેમ રાખો, ત્યારબાદ હળવા થાઓ. કુલ ત્રણ વખત તેનું પુનરાવર્તન કરો.
તમારી ટાઈપિંગની ઝડપ સમયાંતરે માપવાની ખાતરી કરો - અમારા સાધન વડે તમે શીખો તેની સાથે ઝડપ અને ચોકસાઈ બંનેમાં તમારી પ્રગતિ ચકાસી શકો છો. મિનિટ દીઠ શબ્દોની સંખ્યા તમારું ટાઈપિંગનું સ્તર સૂચવે છે.
ટાઈપિંગનું પરીક્ષણ બે બાબતો માપે છે, ઝડપ અને ભૂલો, તેથી જ્યારે તમે અમારી ટાઈપિંગની ઝડપની કસોટી આપો ત્યારે તમારી ઝડપ ન જોશો.
જો કીબૉર્ડ બહુ ઊંચું (ખુરશી બહુ નીચી) હોય તો કીબૉર્ડની ટોચની હરોળમાં ભૂલો થતી હોય છે. જો કીબૉર્ડ બહુ નીચું (ખુરશી બહુ ઊંચી) હોય તો કીબૉર્ડની નીચલી હરોળમાં ભૂલો થતી હોય છે.
હળવાશ આપતી કસરતો: કાંડાના ઍક્સટેન્શન જેવી સમાન સ્થિતિમાં તમારા હાથ મૂકો, લંબાવેલાં અંગૂઠાને પાછળ અને નીચે તરફની દિશામાં અન્ય હાથનો ઉપયોગ કરીને હળવેથી દબાણ આપો. પાંચ સેકંડ માટે તેમ રાખો અને ત્યારબાદ હળવા થાઓ. દરેક હાથ માટે આનું ત્રણ વખત પુનરાવર્તન કરો.
જો તમે રોજ 30-60 મિનિટ માટે પ્રેક્ટિસ કરો તો મિનિટ દીઠ લગભગ 50 શબ્દોની ઝડપ મેળવવામાં એક કે બે અઠવાડિયાં લાગી શકે છે. ધીરજ રાખો.
ટાઈપિંગની કસોટી શરૂ કરતાં પહેલાં તમારા કાંડાં અને આંગળીઓને સ્ટ્રેચ કરો.
જો તમે ટાઈપિંગને વધારે સરળ બનાવવા માંગતા હો તો તમારે તમારી નિપુણતામાં સુધારો કરવો જોઈએ. જો તમે ગિટાર અથવા જેમાં તમારા હાથની જરૂર પડે તેવું અન્ય વાજિંત્ર વગાડતાં હો તો તે મદદરૂપ બને છે.
હળવાશ આપતી કસરતો: આંગળીઓ સાથે રાખીને બંને બાહુઓ બહારની તરફ સ્ટ્રેચ કરો અને તેને કાંડા પર ફેરવીને તમારા હાથ વડે એક વર્તુળ દોરો. પાંચ વર્તુળ એક દિશામાં અને ત્યારબાદ પાંચ વિરુદ્ધ દિશામાં.
મિત્રો અને કુટુંબીજનો સાથે વાત કરો.
દરેક પાઠ પૂરો કરો અને ઝડપની કસોટી લઈ જુઓ.
જ્યારે ટાઈપ કરવાનું શીખતા હો ત્યારે એ ખૂબ અગત્યનું છે કે તમે પ્રેક્ટિસના એક ચોક્કસ સમયપત્રકને વળગી રહો નહિતર તમારી આંગળીઓ તેમની સ્નાયુની યાદશક્તિ (મસલ મેમરી) ગુમાવવાનું શરૂ કરશે.
હળવાશ આપતી કસરતો: હથેળીઓ નીચેની તરફ ચીંધતી હોય તે રીતે તમારા બાહુ બહારની તરફ રાખો. તમે કોઇને ઊભા રહેવાનું કહેતાં હો તે રીતે તમારા હાથ ઉપર ઉઠાવો. વિરુદ્ધ હાથનો ઉપયોગ કરીને ઉઠાવેલા હાથની હથેળી પર દબાણ આપો. પાંચ સેકંડ માટે દબાણ આપી રાખો અને ત્યારબાદ હળવા થાઓ. દરેક હાથ માટે કુલ ત્રણ વખત તેનું પુનરાવર્તન કરો.
જો તમે કીબૉર્ડ તરફ જોતાં જોતાં ઝડપથી ટાઈપ કરવાનું શીખો તો જ્યારે તમે વાસ્તવિક દુનિયામાં ટાઈપિંગની સ્થિતિમાં મૂકાશો ત્યારે તમને જોડણીની ભૂલો અને બોલેલું લખવામાં મુશ્કેલી પડશે કારણ કે તમે સ્ક્રીન પર ભૂલો જોઈ શકશો નહીં.
તમે ટાઈપ કરતાં હો તે દરમિયાન તમારા હાથ પર હેન્ડ ટોવેલ વીંટાળી દો.
તમે ઝડપથી ટાઈપ કરવાનું શીખો તે પહેલાં ધીમેથી શરૂ કરો અને સમગ્ર કીબૉર્ડ શીખો.
જો ટાઈપિંગથી તમને દુખાવો થતો હોય તો તરત બંધ કરો અને વિરામ લો.
જો તમે કામકાજના વાતાવરણમાં શીખી રહ્યા હો તો દિવસનો અમુક શાંત સમય તમારા અભ્યાસને આપવા માટે તમારા નોકરીદાતા સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરો - તમારા નોકરીદાતાને તમારા નવા કૌશલ્યોનો સીધો લાભ મળશે.
લાંબા સમયગાળા માટે એક જ સ્થિતિમાં રહેવાનું ટાળવું ઇચ્છનીય છે. શક્ય હોય ત્યારે કામો વચ્ચે અદલાબદલી કરતાં રહીને તમારા દિવસનું વિભાજન કરો.
તમારા કીબૉર્ડમાંથી વિરામ લેવાનું પોતાને યાદ કરાવવા માટે ઍલાર્મનો ઉપયોગ કરવો તમને મદદરૂપ થઈ શકે છે.
હળવાશ આપતી કસરતો: હથેળી નીચેની તરફ ચીંધતી હોય તે રીતે તમારા બાહુ બહારની તરફ રાખો. કાંડા પર હાથને નીચેની તરફ લાવો. વિરુદ્ધ હાથની હથેળીનો ઉપયોગ કરીને નીચે રાખેલાં હાથના પાછળના ભાગ પર દબાણ આપો. પાંચ સેકંડ માટે દબાણ આપી રાખો અને ત્યારબાદ હળવા થાઓ. દરેક હાથ માટે આનું ત્રણ વખત પુનરાવર્તન કરો.
હાલનાં વર્ષોમાં નોકરી પર અને ઘરે કમ્પ્યૂટરનો ઉપયોગ વધ્યો હોવાથી રિપિટિટિવ સ્ટ્રેસ ઈન્જરી કીબૉર્ડના ઉપયોગ સાથે સંબંધિત હોવાનું જણાયું છે.
વધુપડતાં ઉપયોગને કારણે થતી ઈજા થવાનું તમારું જોખમ ઓછું કરવા માટે તમારે ઉઠવા બેસવા, ટેકનિક, વર્કસ્ટેશન સેટ-અપમાં શ્રેષ્ઠ આચરણોનું પાલન કરવું જોઈએ અને નિયમિત વિરામ લેવા જોઈએ.
તમારું કાંડું, કોણી અને કીબૉર્ડ સમાન આડા સમતલમાં હોવા જોઈએ અને તમારા ઉપલા બાહુથી 90 ડિગ્રીના ખૂણે હોવા જોઈએ. તમારા સ્ક્રીનનો ટોચનો ભાગ આંખના સ્તર નજીક હોવો જોઈએ.
જ્યારે તમે ટાઈપ કરો ત્યારે કીબૉર્ડ સામે ન જુઓ. તમારી આંગળીઓ હોમ રૉ માર્કિંગ શોધી ન લે ત્યાં સુધી તેને આસપાસ સરકાવ્યા કરો. કી પર આંગળીઓ પછાડશો નહીં. શક્ય તેટલાં ઓછાં બળનો ઉપયોગ કરો.
તમે શીખવાનું પૂરું કર્યા બાદ ટચ ટાઈપિંગ સાથે જોડાયેલાં રહેવાના તમારા દ્રઢ નિર્ધાર પર સફળતા અને સુધારાનો આધાર છે. જેઓ ખચકાતાં હોય તેમના માટે, એમ ધારો કે ઉત્પાદકતામાં વધારો થશે તો તમે શીખવામાં વીતાવેલા સમયને થોડાં અઠવાડિયામાં સરભર કરી લેશો.
તમારે Ctrl અને Alt કીની સાથે મુખ્ય કીનો ઉપયોગ કરવાનું પણ શીખવું જોઈએ - આ કીબૉર્ડના શૉર્ટકટ માટે ઘણું ઉપયોગી છે.
વાસ્તવિક જીવનની સ્થિતિઓમાં પ્રેક્ટિસ કરવી એ તમારા કૌશલ્યોને વધારવામાં અને તમારો આત્મવિશ્વાસ ઊભો કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
તમારી ટાઈપિંગની ઝડપ સુધારવા માટે 'સ્પીડ ટેસ્ટ' સાથે નિયમિત પ્રેક્ટિસનું આયોજન કરો.